BENEFIT OF GUAVA IN WINTER.
જાણો, શિયાળામાં જામફળના ખાવાનાં છે અનેક ફાયદાઓ
જામફળમાં મોટા પ્રમાણમાં વિટામિન C હોય છે. જામફળમાં પેક્ટિનની માત્રા પણ ખૂબ વધારે હોય છે. બીજ સાથે જામફળ ખાવાથી અનેક લાભ મળે છે, જેના કારણે પેટ સાફ રહે છે. આ ઉપરાંત જામફળ ખાવાથી શરીરને અનેક લાભ થાય છે.
જામફળ હાઇ એનર્જી ફ્રૂટ છે,જેમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મીનરલ્સ હોય છે. આ તત્વ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.
હ્રદયના સાથી ગણાતા જામફળમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હ્રદય અને માંસપેશિયોને સ્વસ્થ રાખીને આપણને બીમારીઓથી દૂર રાખે છે.
જો તમે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માંગતા હોય તો જામફળનું સેવન કરવાથી ઘણા લાભ મળશે.
જામફળનું નિયમિત સેવન કરવાથી શરદી-ખાંસી જેવી સમસ્યાનું જોખમ ઘટી જાય છે.


Post a Comment